ભચાઉમાં પ્રેમ લગ્નનું વેર રાખી યુવકની હત્યા કરનાર બે આરોપી ઝડપાયા

image-200

ભચાઉમાં પ્રેમલગ્નનું વેર રાખી 25 ફેબ્રુઆરીની રાત્રે વિનોદ ઉર્ફે જીગર કોલી નામના યુવક પર બોલેરો ગાડી ચડાવી તેની હત્યા કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મૃતક વિનોદે મેહુલની બહનને જે તે વખતે સગીર વયની હોય તેની સાથે પ્રેમસબંધ હોવાથી ભગાડી ગયેલ જે બાબતે ૨૦૨૨માં મરણજનારના વિરૂધ્ધમા અપહરણનો ગુનો નોંધાયેલ બાદમાં તપાસમાં મળી આવેલ અને શિલ્પા પુખ્ત વયની થઈ ગયેલ હોવાથી તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ પ્રેમલગ્ન કરવાથી મેહુલને તેને પોતાની તથા કુટંબની આબરૂ ગયેલ હોવાનુ દુખ થતા તે અવાર નવાર મૃતક વિનોદ સાથે બોલાચાલી અને ઝગડો કરતો હતો.

એકાદ વર્ષ પહેલા આ મૃતક વિનોદ તથા આરોપી મેહુલે સામસામે બાઈક અથડાવી ઝગડો કર્યો હતો .આમ આરોપી મેહુલે પોતાની બહેનને ભગાડી પ્રેમલગ્ન કરેલ હોવાથી તેનુ વેર રાખી મિત્ર હર્ષદની મદદથી વિનોદનુ મોત નીપજાવ્યુ હતું.

ભચાઉ પી.આઈ. ડી.ડી. ઝાલાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.