આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે ખુલ્લુ મુકાયું

આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદઘાટન અને શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી મનીષ સિસોદીયાને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાની ખુશીમાં સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સભ્યો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે લોકોના કામો ઝડપી થાય અને સરકાર સામે મજબુત વિપક્ષ આપવાના ઉદેશ્યથી આ કાર્યાલયને શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી મજબુતાઇથી ચૂંટણીમાં ઝંપલાવશે અને જીત મેળવશે. આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર શ્રી અરવીંદ કેજરીવાલ અને શ્રી મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો.
કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહીર, રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.