‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના’ અંતર્ગત કચ્છ જિલ્લા ખાતે બાલિકા પંચાયતના તાલીમ મોડ્યુલ માટેની પ્રશિક્ષકોની ત્રિ દિવસીય તાલીમ યોજાઈ

કચ્છ જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયામાં તેમની સક્રિય
ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો,
બેટી પઢાવો’ યોજના અંતર્ગત, આંબેડકર હોલ ભુજ ખાતે તા. ૨૫ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન ‘બાલિકા પંચાયત’
વિષય પર ત્રણ દિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી
શ્રી અવનીબેન રાવલ ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જિલ્લાના ૫૪ જેટલા આઈ.સી.ડી.એસ વિભાગના
મુખ્ય સેવિકા બહેનો અને આરોગ્ય વિભાગના ૩૦ જેટલા ફિમેલ હેલ્થ વર્કર બહેનો એ માસ્ટર ટ્રેનર તરીકે સઘન તાલીમ મેળવી
હતી.
તાલીમ દરમિયાન કુલ ૧૨ જેટલા મહત્વના વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા તેમજ રમતો અને મોક સેશન દ્વારા
તાલીમાર્થીઓને વિવિધ મુદ્દાઓ જેવાકે, બાલિકા પંચાયતનો પરિચય, બાળ અધિકારો, જેન્ડર આધારિત ભેદભાવોની નાબૂદી,
બાળા સુરક્ષાના કાયદાઓ, જીવન કૌશલ્યો, ડિજિટલ સલામતી અને મહિલાઓલક્ષી યોજનાઓ જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા-
કરવામાં આવી હતી.
તાલીમના તૃતીય દિવસે સમાપન સમારોહ માં દિલ્લી યુનિસેફ ના ચાઈલ્ડ પ્રોટેકશન સ્પેશિયાલિસ્ટશ્રી જેરુસ લીગો તેમજ
ગુજરાત યુનિસેફ ટીમના ચાઈલ્ડ પ્રોટેકશન સ્પેશિયાલિસ્ટશ્રી અદ્વિકામેમ હાજર રહેલ અને તેમને દીકરીઓને બાલિકા
પંચાયત વિષે માહિતગાર કરેલ અને દિલ્લી યુનિસેફ માંથી પધારેલશ્રી જેરુસ લીગો દ્વારા કચ્છની બાલિકા પંચાયત ની પ્રશંસા
કરવામાં આવેલ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરીને બિરદાવામાં આવેલ. ગાંધીનગર યુનિસેફ ટીમ ના
કેશવભાઈ દ્વારા જીવન કૌશલ્યો અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને બાળ સુરક્ષા કાયદા અંગેની સમજ આપવમાં
આવેલ.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે , પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડયા ,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ
અધિકારી સુનીલભાઈ ચુવાડિયા અને,પૂર્ણા કન્સલ્ટન્ટ વર્ષાબેન ,રાપર ઇસાર સંસ્થાના સેજલબેન તેમજ મીનલબેન ઉપસ્થિત
રહ્યા હતા.