બોરાણા સિમ વિસ્તારમાંથી સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને બે લોડર મશીન સીઝ કરાયા

તા.૦૩/૦૩/૨૦૨૬ના રોજ ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા મોજે. બોરાણા સિમ વિસ્તાર ખાતેથી આકસ્મિક તપાસ હાથ સાદીરેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને બે લોડર મશીન પકડવામાં આવેલ. સદર તમામ વાહનોને સિઝ કરી મુંદ્રા પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.

વધુમાં ગઈ કાલે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ મોજે. અંજાર ખાતેથી સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં એક ડમ્પર પકડવામાં આવેલ. સદર ડમ્પરને સિઝ કરી VNS લિઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે.

Θ. આમ, ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની તપાસટીમ દ્વારા કુલ ૮૪.૫ લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ