કચ્છના ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો સૂર્યોદય એટલે પ્રાકૃતિક ખેતી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય તેમજ તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને નોંધપાત્ર વેગ મળ્યો છે. કચ્છ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની વાત કરીએ તો તેઓ પ્રાકૃતિક કૃષિને જનભાગીદારીને જનઆંદોલન બનાવી ચૂક્યા છે.
પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ બની છે, પરંતુ તેનાથી શું ફાયદા થાય છે અને શા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ… આ વાત સમજાતાં જ પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લાના ખેડૂતો માટે સમૃદ્ધિનો નવો સૂર્યોદય થયો છે. ૫૧૪૪૩ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિની સાથે માનવ સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે.
સ્વાભાવિક છે કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગના કારણે જમીન કઠણ બની છે, તેની ફળદ્રુપતા નાશ પામી છે અને આવા ખાતરોથી ઉત્પાદિત પેદાશોના સ્વાદમાં મિઠાશ પણ રહેતી નથી, અને સ્વાસ્થ્યલક્ષી ગંભીર બિમારીઓને આમંત્રણ મળી શકે છે. વધુમાં, રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ વધતો ખર્ચ ખેડૂતોને પાયમાલ બનાવી દે છે.
પ્રાકૃતિક ખેતી સમજવામાં જેટલી સહેલી છે, એટલી જ અપનાવવામાં પણ સહેલી છે. પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી પદ્ધતિ છે, જેમાં ખેડૂતોને રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓ પાછળ કોઈ ખર્ચ કરવો પડતો નથી. ટૂંકમાં કહીએ તો, જે ખર્ચ પહેલાં બોજો હતો, એ જ ખેડૂતોની આવક બની જાય છે.
ઉપરાંત, જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદાન જેવા કુદરતી ખાતરોના ઉપયોગથી જમીન વધુ ઉપજાઉ બને છે અને ઉત્પાદનની ગુણવત્તા પણ શ્રેષ્ઠ રહે છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલા ખેત ઉત્પાદનમાં કુદરતી મિઠાશ હોય છે, જે સ્વાસ્થ્યપ્રદ હોવા સાથે તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરણા આપે છે. પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોના ઉત્પાદનની સાથે વેચાણ, આવક અને બજાર માંગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.