રાપર ખાતે વહીવટી તંત્ર દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

image

કચ્છના રાપર શહેરમાં આજે વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી સમગ્ર સરહદી વાગડ વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો અને રાપર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો અદભુત માહોલ જોવા મળ્યો હતો.

આ ભવ્ય તિરંગા યાત્રાનું પ્રસ્થાન રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખશ્રી ચાંદભાઈ ભીંડે, મામલતદારશ્રી એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ખોડુભા વાઘેલા, પી.આઈ.શ્રી આર.એલ. ખટાણા, ચીફ ઓફિસરશ્રી એ.બી. ઝાલા દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો અને તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

આઝાદી પર્વ નિમિત્તે દેશભક્તિના ગીતોની ગુંજ અને ‘વંદે માતરમ’ તથા ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓ સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી. આ વિશાળ તિરંગા યાત્રા રાપર પોલીસ સ્ટેશનથી નીકળીને માલી ચોક, બસ સ્ટેશન અને દેના બેન્ક ચોક થઈને ઐતિહાસિક નગાસર તળાવ ખાતે પહોંચી હતી. વાતાવરણ સંપૂર્ણપણે રાષ્ટ્રભક્તિથી તરબોળ બની ગયું હતું અને નગાસર તળાવ ખાતે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે આ યાત્રા કાર્યક્રમનું સત્તાવાર સમાપન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સામતભાઇ વસરા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી ઉમેશભાઈ સોની, વિનુભાઈ થાનકી, એન્જિનિયર આશિષ ગૌસ્વામી, એકાઉન્ટન્ટ મહેશ સુથાર, કાનજીભાઈ આહિર, પી.એસ.આઇ. પી.એલ. ફણેજા સહિત પોલીસ સ્ટાફના એચ.વી. કાતરીયા અને બી.સી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સ્થાનિક અગ્રણીઓ સર્વેશ્રી મુકેશસિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા, મનહર ચૌધરી, તેજાભાઇ રબારી, પ્રવિણભાઈ ચૌધરી, બબીબેન સોલંકી, વાડીલાલ સાવલા, હરીભાઇ રાઠોડ, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર, ભાણજીભાઈ ભ્રાંસડીયા અને રાણાભાઈ પરમાર પણ આ યાત્રામાં જોડાયા હતા.

આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, મહામંત્રી પ્રકાશ પટેલ, મહાવીરસિંહ જાડેજા, નશાભાઈ દૈયા, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, ઈન્ચાર્જ ભિખુભા સોઢા, નાયબ મામલતદાર બી.ડી. કોરાટ, મદુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, લાલજીભાઈ આહિર, જાનખાન કમલસિંહ સોઢા, હમીરજી સોઢા, ભગવાનદાન ગઢવી, વણવીર સોલંકી, પ્રવિણભાઈ વાવીયા, ડાયાલાલ ચાવડા, હરેશ પરમાર અને લાલજી કારોત્રા સહિત રાજકીય અગ્રણીઓ, સરકારી કર્મચારીઓ અને નગરજનોએ વિશાળ સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.