કકરવામાં મહિલાની આબરૂ લેવાના પ્રયાસ મામલે ફરિયાદ
copy image
ભચાઉ તાલુકાના કકરવામાં મહિલાની આબરૂ લેવાના પ્રયાસનો મામલો સામે આવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં કહ્યું હતું કે, 44 વર્ષીય પરણીત મહિલા સૂતા હતાં તે દરમ્યાન આરોપીએ આવીને સાડી ખેંચી હતી. દરમ્યાન તેઓ તેમજ આ મહિલા સાથે સૂતેલી તેની પુત્રી અને અન્ય એક મહિલા પણ જાગી ગયાં હતાં. તહોમતદારે ફરિયાદી અને તેની સાથે રહેલાને પટ્ટા વડે માર મારીને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી. વધુમાં આ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી સાથે ફરિયાદીના સામાનને નુકસાન પહોંચાડયું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.