સુરતમાં મીંઢોળા નદીના પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત

COPY IMAGE

COPY IMAGE

સુરત ખાતે આવેલ ઉતારા ગામે મીંઢોળા નદીના પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં વિગતો મળી રહી છે, બારડોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના આશરે 10 જેટલા મિત્રો મીંઢોળા નદીમાં ન્હાવા માટે ગયેલ જ્યાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ ઘટના અંગે બારડોલી ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવતા બંનેના મૃતદેહોને ભારે જહેમત બાદ નદીમાંથી શોધી બહાર કાઢ્યા હતા.