સ્વ.રસિકલાલ ભટ્ટ પરીવારનું ગૌરવ નાની ઉંમરે કલાક્ષેત્રે મોટી સિદ્ધી : ભુજની અંતરા ભટ્ટને બ્રહ્મ નારીશકિત સન્માન-ર૬નું બિરૂદ એનાયત

અંજાર રાધે રીસોર્ટ મધ્યે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ જિલ્લા મહીલા મંડળ- પૂર્વ કચ્છ અને શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહીલા મંડળ દ્વારા મહીલા દિવસ નિમિત્તે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ
૧૧ વર્ષીય અંતરા ભરતનાટયમ નૃત્ય ક્ષેત્રે ૧૧ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે, બે વખત મલેશીયા-દુબઈ મધ્યે આંતરરાષ્ટ્રીય કલ્ચરલ ફેસ્ટીવલમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવાનું મેળવી ચુકી છે ઈજન તથા ગીત-સંગીતમાં પણ જિલ્લા-ઝોન-પ્રદેશ કક્ષાથી માંડી અને રાષ્ટ્રીય સોની ટીવી ચેનલના પ્રસારિત થતા કાર્યક્રમમાં જજીસ રાઉન્ડ સુધી મેળવેલી સિદ્ધીઓને અંજાર મધ્યે સમાજ દ્વારા બિરદાવાઈ
ગાંધીધામ : કચ્છ જિલ્લાના ભુજની નાની કલાકાર અંતરા આનંદકુમાર ભટ્ટએ પોતાની અદભુત કલા અને મહેનત દ્વારા બ્રહ્મનારીશકિત સન્માન-ર૦ર૬નુ બિરુદ પ્રાપ્ત કરી અને સમગ્ર સ્વ.રસિકલાલ ભટ્ટ પરીવાર, એરફોર્સ સ્કુલ ભુજ, તથા બ્રહ્માસમાજ અને કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહીલા દીવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપેશ્રી સમસ્ત બ્રહ્મસમાજ કચછ જિલ્લા મહીલા મંડળ તથા પૂર્વ કચ્છ અને શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહીલા મંડળ દ્વારા નારીશકિતના ઉત્તમ આદર્શોને ચરીતાર્થ કરી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની રહે તે માટે વિવિધ ક્ષેત્રોમાં રાજય-રાષ્ટ્રીય કક્ષાએ હિર ઝળકાવનાર મહીલાઓના વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ભુજની ૧૧ વર્ષિય બાળ કલાકાર અંતરા આનંદકુમાર ભટ્ટ કે જે શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય કંઠય ગાયનમાં અનેકવીધ સિદ્દીઓ પ્રાપ્ત કરી ચુકી છે તેને બ્રહ્મનારી શકિત એવોર્ડનું વીશિષ્ટ સન્માન આપી સમાજના મોભીઓના હસ્તે નવાજવામાં આવી હતી. નોધનીય છે કે, અંતરા ભરત નાટયમ ક્ષેત્રમાં પુના, ગાંધીનગર, અયોધ્યા મધ્યે યોજાતા રાષ્ટ્રીય ઉત્સવોમાં વિવિધ કેટેગરીમાં ભાગ લઈ અને પ્રથમ નંબર હાંસલ કરી અને ૧૧ જેટલા નેશનલ એવોર્ડ ધરાવી રહી છે. આ સ્પર્ધાઓમાથી બે વખત અંતરાને દુબઈ અને મલેશીયામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવાનું પણ આમંત્રણ મળવા પામી ચુકયું છે. જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં પણ અંતરા નૃત્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ચુકી છે.
પણ વાત અહી અટકતી નથી. અંતરાનો કંઠ પણ એટલો જ મધુર છે. સોની ટીવીના વિખ્યાત રીયાલીટી શો સુપર સ્ટાર સિઝન થ્રીના જજીસ રાઉન્ડ સુધી પહોંચી તેણે પોતાની ગાયકીનો પરચમ પણ રાષ્ટ્રીયકક્ષાએ ઝળકાવ્યો છે. તો વળી શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પોતાના મધુર કંઠથી સૌને પ્રભાવિત કરી અને ભુજ-માંડવી-ગાંધીધામ સહિતમાં યોજાયેલી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ હરોળમાં વિજેતા થત રહી છે. શાળાકીય સ્પર્ધાઓમાં લગ્ન ગીતમાં અંતરા સતત ચાર વર્ષ સુધી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને ૧ વખત ઝોન કક્ષાએ અને ૧ વખત નવસારી રાજયકક્ષાએ કચ્છનુ પ્રતિનિધિત્વ કરી અને જિલ્લાના કલાક્ષેત્રના ગૌરવની મેરપીંછમાં ઉમેરા કરતી રહી છે. સંસ્કૃત ભારતી દ્વારા આયોજીત અખિલ કચ્છ સંસ્કૃત ગાયન સ્પર્ધામાં પણ અંતરો શંકર મહાદેવનની એકદંતાય વક્રતુંડાયની કઠીન કૃતિની રજઆત કરી અને શ્રેતાઓને તથા જજીસને મંત્રમુગ્ કરી પ્થમ નંબર હાંસલ કરેલો છે. અંતરાએ પોતાની અદભુત કલા દ્વારા સ્વ. રસિકલાલ માર્કંડરાય ભટ્ટ-હરિપ્રસાદ જે પંડયા પરીવાર, સમસ્ત બ્રહ્મસમાજ તથા કચ્છ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગોરવવંતુ કર્યુ હોવાથી તેને ખરા અર્થમાં બ્રહ્મતેજસ્વીની પ્રતિભા તરીકે બિરદાવામાં આવી હતી જે બદલ અંતરા પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે. અંજાર મધ્યેનો કાર્યક્રમ શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહીલા મંડળના પ્રમુખ શ્રીમતી રચનાબેન એચ જોષીની સમગ્ર ટીમ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
———————–