જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ભુજ ખાતે મોટરાઇઝડ ટ્રાયસીકલ વિતરણ કાર્યક્રમ યોજાયો
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક સમાજ સુરક્ષા પ્રભાગની તાબા હેઠળની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, કચ્છ-ભુજ ખાતે દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ યોજના અમલીકરણમાં હોય, મોટરાઇઝડ ટ્રાયસીકલ વિતરણ કાર્યક્રમ તા. ૧૩/૦૩/૨૦૨૬ એ સરકારી અંધશાળા, ભુજ ખાતે યોજવામા આવેલ હતો. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડી.જે.દેસાઈ તથા સમાજ સુરક્ષા સ્ટાફ, સરકારી અંધશાળાનાં હેડમાસ્તર શ્રી જે.આર.પટેલ તથા સ્ટાફ અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિતરણ કાર્યક્રમમાં કુલ ૪૫ લાભાર્થીઓને મોટરાઇઝડ ટ્રાયસીકલનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ આધુનિક સાધનો દિવ્યાંગોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. મોટરાઈઝ્ડ ટાયસીકલની મદદથી દિવ્યાંગજનો હવે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે. તેવું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.