નખત્રાણા તાલુકાની આણંદસર પ્રા. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનું ભાવિ જોખમ માં

નખત્રાણા તાલુકાની આણંદસર પ્રા. શાળા (વિથોણ ) માં છેલ્લા ૨.વર્ષ થી એકજ શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. એજ શિક્ષક આચાર્ય છે. ધોરણ ૧.થી. ૫.ના વર્ગો છે. ને ૨૦૧૮ થી શાળાના ઓરડા ખુબજ જર્જરિત હાલતમાં છે. ત્યારે આ ગંભીર બાબતે વારંવાર એસ.એમ.સી ના સભ્યો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં નવા ઓરડાની મંજુરી આપવામાં આવતી નથી. કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે શિક્ષક બાળકોને શાળાના મેદાનમાં અભ્યાસ કરાવે છે. પરંતુ આણંદસર પંચાયતમાં બીજી શાળા આવેલ છે. ત્યાં છેલ્લા ૨ વર્ષી થી ૩ શિક્ષક ફરજ બજાવે છે ત્યાં મહેકમ ૨ ની છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મૌખિક લેખિત રજુઆત કરેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી એ તાલુકા શિક્ષણ અધિકારીને ટેલિફોન થી જણાવેલ કે આણંદસર પ્રા. શાળા માં શિક્ષક મોકલવાની વાત કરેલ પણ તાલુકા શિક્ષણ અધિકારી આંખ બંધ કાન આડા કરી લીધું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આણંદસર. પ્રા. શાળાના વિધાર્થી ઓના ભવિષ્ય સાથે ખિલવાડ થઇ રહ્યું હોય તેવું લાગે છે. ત્યારે આ સમસ્યાનુ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તેવું સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કરશનભાઈ સીજુ તેમજ લોકો એ માંગ કરી છે.