કોમી એકતાના દૃશ્યો : ભુજની રેનબસેરા ખાતે માનસિક રોગી વ્યકિતઓને ભોજન કરાવાયું

ભુજ શહેર ખાતેના કેમ્પ વિસ્તારમાં આવેલા રેનબસેરા ખાતે ઈદને અનુલક્ષીને સહકાર સેવા મંડળ દ્વારા માનસિક વ્યકિતઓને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા રાજેન્દ્રસિંહ જાડેજા, અનુપમભાઈ શુકલ, આમદભાઈ જત, એડવોકેટ આરીફભાઈ રાઠોડ, યુનુસભાઈ ખત્રી, માલશીભાઈ માતંગ, પ્રમુખ ઝહીર સમેજા તેમજ વારીસભાઈ પટ્ટણી, હનીફભાઈ થેબા અને ભોગીલાલભાઈ વોરા હાજર રહયા હતા.
શરૂઆતમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ રેનબસેરાના સંચાલક હેમેન્દ્રભાઈ જણસારી દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજી ઈબ્રાહીભાઈ હાલેપોત્રા તેમજ શંકરભાઈ સચદે દ્વારા કોમી એકતા જળવાઈ રહે તેવી વાત કરી હતી અને આવેલા મહેમાનોનું શાલ આપી સન્માન કર્યું હતું