ભુજમાં 18 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

copy image

ભુજમાં 18 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતી કૃપાબેન કમલેશભાઈ ગોસ્વામી નામની યુવતીએ આ આપઘાતી પગલું ભર્યું હતું. હતભાગી પોતાના ઘરે એકલી હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળને વધૂ તપાસ આદરી છે.