દૂધ બન્યું ઝેર : આંધ્રપ્રદેશમાં ભેળસેળ યુક્ત દૂધ પીધા બાદ 16 નાં મોત, 3 ગંભીર હાલતમાં

copy image

copy image

આંધ્રપ્રદેશમાંથી મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ભેળસેળવાળું દૂધ પીવાથી 16 લોકોનાં મોત ઉપરાંત જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ગોદાવરી ખાતે આવેલ નરસાપુરમ ગામમાં 100 થી વધુ પરિવારે ડેરી યુનિટમાંથી દૂધ ખરીદ્યું હતું, જે પીધા બાદ થોડા કલાકોમાં જ લોકોમાં ઊલટી, પેટમાં દુ:ખાવો, પેશાબ બંધ થવો અને ગંભીર કિડની ફેલિયર જેવી સમસ્યાઓ સામે આવી હતી. આ ગંભીર લક્ષણો બાદ કેટલાકને ડાયાલિસિસ અને વેન્ટિલેટર સર્પોટની જરૂર પડી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે, સ્વાસ્થ્ય વિભાગે કરેલ તપાસમાં આ દૂધમાં એથિલીન ગ્લાઈકોલ નામનો ઝેરી પદાર્થ મળી આવેલ હતો. જે કિડની અને અન્ય અંગોને સ્થાયી ક્ષતિ પહોંચાડે છે. આ ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક ધોરણે દૂધની સપ્લાયને બંધ કરવામાં આવી હતી. બનાવને પગલે ડેરી સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતાં પ્રશાસન દ્વારા સંદિગ્ધ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.