અદાણી ફાઉ. ને ટુંડા ગામમાં વિકસાવ્યું ‘અદાણી વન’ ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતર સાથે કચ્છમાં નવી લીલી- છમ ઇકોસિસ્ટમની શરૂઆત

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ટૂંડા ગામમાં અદાણી ફાઉન્ડેશને એક ઐતિહાસિક પર્યાવરણલક્ષી પહેલ કરી છે. અદાણી ફાઉન્ડેશને ગામની નદીકાંઠ ૧૦,૦૦૦ વૃક્ષો વાવીને ‘અદાણી વન’નું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષારોપણ નથી. પરંતુ પર્યાવરણ સંરક્ષણ, સામાજિક એકતા અને સ્થાનિક વિકાસના ત્રિવેણી સંગમનું જીવંત ઉદાહરણ છે. ગામની નદીકાંઠે જમીન સાફ કરીને તેને લેવલ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ૩૭થી વધુ પ્રકારની પ્રાદેશિક વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષો, વેલીઓ, ફળઝાડો, ફૂલોના છોડ તેમજ આયુર્વેદિક વનસ્પતિઓનો સમાવેશ છે. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમના સહયોગથી મિયાવાકી પદ્ધતિ અપનાવીને અમલમાં મૂકવામાં આવ્યો છે ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ, વૈજ્ઞાનિક ખેડ અને આગામી બે વર્ષ સુધી રાતત વ્યવસ્થિત સંભાળના કારણે વૃક્ષોનો ઝડપી અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત થશે. આ જંગલ માત્ર ઓક્સિજન પાર્ક તરીકે જ નહીં, પરંતુ પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન અને જીવંત ઇકોસિસ્ટમ તરીકે વિકસિત થશે. ટૂંક સમયમાં જ ટૂંડાની સીમ લીલા-છમ નંદનવનમાં પરિવર્તિત થઈ જશે, જ્યાં ઘટાદાર વૃક્ષોની શીતળ છાયામાં પક્ષીઓનો મધુર કલરવ ગુંજતો હશે આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનની ટીમ સાથે ગ્રામ પંચાયતના સર્વે સમિતિ સભ્યો, ટૂંડા મહિલા મંડળ, ટૂંડા ક્રિકેટ યુવાન ગ્રુપ તથા સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પહેલમાં સ્થાનિકોની સક્રિય ભાગીદારીએ આ પ્રોજેક્ટને વધુ અર્થપૂર્ણ બનાબો છે. આ પ્રસંગે અદાણી પોર્ટસના એક્સિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “ટૂંડામાં આ જંગલની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવા વૃક્ષ મંદિરો ઊભા કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ જંગલ ટૂંડાની શોભામાં વધારો કરશે અને પર્યાવરણ તથા જૈવવિવિધતાના સંરક્ષણમાં મહત્વપુર્ણ ફાળો આપશે.*

અદાણી ફાઉન્ડેશન તરફથી મુન્દ્રા અને આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવા માટે અવિરત પ્રયાસો ચાલુ છે. આ પતેલ માત્ર ટૂંડા ગામની કાયાપલટ કરશે નહીં, પરંતુ તેને પર્યાવરણ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અનોખું આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. આ પર્યાવરણલક્ષી પહેલ ગામના ભવિષ્યને લીલુંછમ, સમૃદ્ધ અને ટકાઉ બનાવવાનું વચન આપે છે.

આવા પ્રોજેક્ટ્સ કચ્છની રેતીલી ભૂમિને લીલી-છમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને રસમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાથી ઉદાહરણ બની રહ્યા છે. અદાણી ફાઉન્ડેશનની આ પહેલ સાબિત કરે છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું શક્ય છે અને સાથે સાથે સ્થાનિક સમાજને પણ સક્ષકન બનાવી શકાય છે.