ગાંધીધામ સ્થિત TMIMSએ ફરી એકવાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના BBA પરિણામોમાં શાનદાર સિદ્ધિ હાંસલ

image

તાજેતરમાં જાહેર થયેલા GTU BBA સેમેસ્ટર-4ના પરિણામોમાં તોલાની મોટવાને ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એટલે કે TMIMSએ 95.16 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
સંસ્થાની વિદ્યાર્થીની હર્ષિતા વ્યાસે CPI અને SPI બંનેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉપરાંત લવિના લચ્છવાની, ધારાબા જાડેજા, દિયા વાગોરા, પ્રકૃતિ બારોટ અને મહેક ટીકયાનીએ પણ યુનિવર્સિટીના ટોપ-10માં સ્થાન મેળવી સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાને વધુ મજબૂત બનાવી છે.
સંસ્થા અનુસાર આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, અનુભવી ફેકલ્ટીના માર્ગદર્શન અને ગુણવત્તાસભર શિક્ષણનું પરિણામ છે.
છેલ્લા 30 વર્ષથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી TMIMS, GTU સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થા છે. કચ્છમાં MBA પ્રોગ્રામ માટે NBA એક્રેડિટેશન ધરાવતી એકમાત્ર સંસ્થા તરીકે પણ TMIMS ઓળખાય છે.
આ પ્રસંગે ડાયરેક્ટર ડૉ. સંપદા કાપસેએ જણાવ્યું કે સતત
મળતી આ સફળતા શિક્ષકોના સમર્પણ, નવીન શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની શિસ્ત તથા કઠોર મહેનતનું પ્રતિબિંબ છે.”