આધાર પુરાવા વગરના સિમેન્ટ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનીક ઇન્વેસ્ટીગેશન કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા-ફરતા બાયઠ ગામના બસ સ્ટેશન પાસે આવતા મુળરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, “અબ્દુલ આમદ માજોઠીએ દેઢિયા ગામની પુર્વે તરફ આવેલ ઈન્ડિયન ઓઈલના પંપની પાસે રાધે શ્યામ હોટલની બાજુમાં આવેલ મામદભાઈ જતની ઓરડી આગળ ગે.કા. રીતે આધાર-પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનું વેચાણ કરે છે.* જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદરહુ જયાએ વાડામાં ત્રણ ઇસમો મળી આવેલ અને તેઓના કબ્જાના વાડામાં જોતા અલગ-અલગ સિમેન્ટ કંપનીના માર્કાવાળી પ્લાસ્ટીકની થેલીઓમાં લુસ સિમેન્ટ ભરેલ હોય તેમજ સદર જગ્યાએ એક ટાટા કંપનીનો બલ્કર ટ્રક ઉભેલ હોય જેના રજી નંબર GJ-12-BX-8445 વાળા બલ્કરની નીચેના ભાગેથી સિમેન્ટ કાઢેલી જણાઈ આવતા હાજર ઈસમોને સદરહુ જગ્યા પર પોતાના કબ્જામાં રહેલ સિમેન્ટની થેલીઓમાં રહેલ લુસ સિમેન્ટ તથા બલ્કર માંથી કાઢેલ સિમેન્ટ બાબતે આધાર-પુરાવાની માગણી કરતા તેઓએ કોઇ આધાર-પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ કિં.રૂ.૧૦,૧૬,૦00/-

  • લુઝ સિમેન્ટ વજન ૨૫૦ કી.ગ્રા. જેની કિં.રૂ. ૧૬,૦૦૦/-
  • સિમેન્ટ બલ્કર ટ્રક જેનો રજી.નં. GJ-12-BX-8445 છે જેની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

→ પકડાયેલ ઇસમો

  • અબ્દુલ આમદ માજોઠી ઉ.વ.-૪૫ રહે.રોહા તા.નખત્રાણા

ફકીરમામદ સુમાર કોલી ઉ.વ.-૩૫ રહે.સુખપર તા.નાખત્રાણા

  • જુસબ મુસા મંધરા ઉ.વ.-૪૬ રહે. તેરા તા.અબડાસા