રાપરમાં લિફ્ટમાં માથું આવી જતાં યુવાનનું કરુણ મોત

copy image

copy image

copy image

રાપરના ધોળાવીરા રોડ પર આવેલી સુપર માર્કેટમાં લિફ્ટમાં સામાન ઉપર લઈ જતી વખતે કોઈ કારણોસર દુકાનમાં કામ કરનારા ચેતન પૂંજાભાઈ ગામી (ઉ.વ. 30) લિફ્ટમાં આવી જતાં તેને માથાંમાં ઈજાઓ થતાં તેનું કરુણ મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દુકાનમાં કામ કરનારો આ યુવાન બપોરે નીચેથી સામાન ઉપાડી અને લિફ્ટમાં ઉપર બાજુ લઈ જઈ રહ્યો હતો. તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. કોઈ કારણોસર તેનું  માથું દીવાલમાં અથડાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.. આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.