બિદડા પાસે માર્ગમાં પંક્ચર પડેલી ટ્રકની પાછળ બાકઈ ઘૂસી જતાં બિદડાના 34 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

copy image

copy image

બિદડા પાસે માર્ગમાં પંક્ચર પડેલી ટ્રકની પાછળ બાકઈ ઘૂસી જતાં બિદડાના 34 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, માંડવીના શ્રીરામનગરથી બિદડા વચ્ચેના ધોરીમાર્ગ પર રાત્રિના અરસામાં  ટ્રકપંકચર પડતાં ઊભી હતી, જેમાં પાછળ ટ્રેઇલરઅથડાતાં અકસ્માત સર્જાયો હતો. આગળની ટ્રક નીકળી ગઇ હતી પરંતુ આ અકસ્માતગ્રસ્ત ટ્રેઇલર કોઇ આડશ કે સિગ્નલ વિના ઊભું હતું, જેમાં રાતે નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન બિદડાનો યુવાન મનોજ સંઘાર તેના કબજાની બાઈક લઈને આવતો હતો, ત્યારે આ ઊભેલા ટ્રેઇલરની પાછળ બાઈક ઘૂસી જતાં મનોજનું ગંભીર ઈજાનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતનાં પગલે આ બનાવ અંગે મૃતક મનોજના પિતા જયુભાઇએ કોડાય પોલીસ મથકે ટ્રેઇલર-કન્ટેનર વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.