હોર્મુઝ ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બે વધુ ભારતીય એલપીજી ટેન્કરોનું ખતરનાક દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કરી આગમન
copy image

મધ્ય પૂર્વમાં ચાલી ર્હલે હોર્મુઝ ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બે વધુ ભારતીય એલપીજી ટેન્કરો આ ખતરનાક દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કરી ભારત તરફ આગળ વધી રહયા છે. આ અંગે પ્રાપ્ત અહેવાલ મુજબ, ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે આ માર્ગ લગભગ સંપૂર્ણ પણે બંધ કરી દેવાયો હતો. જેના કારણે વૈશ્વિક ઇંધણ માટે સંકત સર્જાયું છે. આ પરિસ્થિતી વચ્ચે બે જહાજોના આગમનથી ભારતમાં રસોઈ ગેસની અછત દૂર થવાના આશા છે. આ જહાજો આશરે 94,000 ટન રસોઈ ગેસનું વહન કરે છે, જે ભારતના સમગ્ર દૈનિક વપરાશ જેટલો છે. બીડબ્લ્યુ ટીવાયઆર ટેન્કર તે મુંબઈ તરફ આવી રહ્યું છે અને 31 માર્ચ સુધીમાં પહોંચવાની શક્યતા જાહેર કરાઈ છે, આ જહાજોના સમયસર આગમનથી દેશના વિવિધ ભાગોમાં એલપીજીની સપ્લાય ચેઇન મજબૂત થશે અને સ્ટોકની અછતનો ભય ઘટશે.