નખત્રાણાના ઓ.સી.પી. માર્કેટમાં શો-રૂમમાં નોકરી કરતા 22 વર્ષીય યુવકને કામ કરતી વખતે શોર્ટસર્કિટથી શોક લાગતાં તેનું કરુણ મોત
copy image

નખત્રાણાના ઓ.સી.પી. માર્કેટમાં સોનલ ટ્રેક્ટરના ફાર્મ ટેક શો-રૂમમાં નોકરી કરતા 22 વર્ષીય યુવકને કામ કરતી વખતે શોર્ટસર્કિટથી શોક લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને મૂળ ઝૂરાના હાલે મથલ રહેતા 22વર્ષીય કુલદીપ જેન્તીલાલ ઓઢાણાને શો-રૂમમાં કામ કરતી વખતે શોર્ટસર્કિટથી શોક લાગતાં તેનું કરુણ મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. શો-રૂમની બેદરકારી અંગે ફરિયાદ ન લેવાતાં આગેવાનોએ લાશ લેવાનો ઈન્કાર કરી હોબાળો કર્યો હતો. અંતે બેદરકારીનો ગુનો નોંધાતાં પરિસ્થિતિ શાંત પડી હતી. આ ઘટનાના સમાચારના પગલે સમાજના આગેવાનો ઘટના બાદ મૃતક કુલદીપને સરકારી દવાખાને પી.એમ. માટે લઇ આવેલા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ નીતિને નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી ફાર્મટેક ઓથોરાઈઝ્ડ ડીલર સોનલ ટ્રેક્ટર્સ શો-રૂમના માલિક સામે બેદરકારી અંગેનો ગુનો દાખલ થયો હતો.