કંડલામાં માવિત્રે આવેલી યુવા પરિણીતાએ કર્યો આપઘાત

copy image

copy image

કંડલામાં માવિત્રે આવેલ 19 વર્ષીય યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કંડલામાં પોર્ટ કોલોનીમાં રહેનાર રૂકશાના અસકમ ભટ્ટી નામની યુવતીના પાંચ માસ પૂર્વે ભૂસ્તર કોલોનીમાં અસકમ ભટ્ટી સાથે લગ્ન થયાં હતાં. છેલ્લા દસ બાર દિવસથી તે પોતાના પિયર આવેલ હતી. જ્યાં બપોરના સમયે તે ઘરે એકલી હતી તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.