ભુજ માધાપર હાઇવે પર અકસ્માત ; ટ્રેલર ચાલક કેબિનમાં ફસાઇ ગયો..!

ભુજ તાલુકાના માધાપર હાઇવે પર આજે વહેલી સવારે ટેલર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેલરમાં ભારે નુકસાન થયું હતું. ટ્રક અને ટેલર ધડાકાભેર અથડાતા ટેલરમાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો.

આ બનાવવાની જાણ થતા ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ટેલરમાં ફસાયેલ ડ્રાઇવરનું રેસ્ક્યુ કર્યું હતું આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તો સાથે જ માધાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.