ઈરાને ગૂગલ, ટેસ્લા સહિત 18 અમેરિકી કંપની પર હુમલાની ધમકી આપી
copy image

પશ્ચિમ એશિયામાં ચાલુ યુદ્ધ આજે વધુ વકરવા તરફ આગળ વધ્યું છે. એક તરફ ટ્રમ્પ ઈરાનથી વાતચીતનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ વધુ હુમલાની ધમકી પણ આપી રહ્યા છે ત્યારે ઈરાને પણ એ જ રણનીતિ અપનાવી હોય એમ આવતીકાલથી માઈક્રોસોફટ, એપલ, ગૂગલ, ટેસ્લા સહિત 18 અમેરિકી કંપની પર હુમલાની ધમકી આપતાં વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ જણાવ્યું હતું કે, આ હુમલા ઈરાન પર થતા હુમલાના જવાબમાં કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને આઈઆરજીસીએ મુખ્ય પશ્ચિમી કોર્પોરેશનોને ચીમકી આપી છે તેમજ તેમને યુદ્ધ સંબંધિત કામગીરીમાં તેમની કથિત ભૂમિકા બદલ `કાયદેસર લક્ષ્યો’ જાહેર કર્યા છે. ત્યારે તસ્મીન ન્યુઝે અહેવાલ આપ્યો છે કે રિપોર્ટસમાં નામ આપવામાં આવેલી કંપનીઓમાં સસ્કો, એચપી, ઈન્ટેલ, ઓરેકલ, માઈક્રોસોફટ, એપલ, ગુગલ, મેટા, આઈબીએમ, ડેલ, પેલેન્ટિર, એનવીડિયા, જેપી મોર્ગન, ટેસ્લા, જનરલ ઈલેકટ્રીક, સ્પાયર સોલ્યુશન્સ, જી42 અને બોઈંગનો સમાવેશ થાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલી યુનિવર્સિટીઓને નિશાન બનાવવાની પણ ધમકી આપી અને તેમના પર ઈરાની શૈક્ષણિક સંસ્થાઓ પર ઈરાદાપૂર્વક હુમલા કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આઈઆરસીસીએ દ્વારા દાવો કરાયો છે કે, ઈસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી જેવા ઈરાની સંશોધન કેન્દ્રો પર કથિત હુમલાના બદલામાં અમેરિકા અને ઈઝરાયલ સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓને હવે નિશાને લેવાશે