ગાંધીધામ નજીક મચ્છુનગર બ્રિજ પાસેથી ગાડીમાંથી 5.99 લાખનો દારૂ ઝડપાયો

copy image

copy image

ગાંધીધામ નજીક મચ્છુનગર બ્રિજ પાસેથી ગાડીમાં આવી રહેલો  ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો સાંચોરથી શરાબનો જથ્થો આદિપુર ડિલિવરી થાય તે પહેલાં જ સ્થાનિક ગુનાશોધક શાખાએ ત્રણ આરોપીઓને 5.99 લાખની કિંમતના  મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.  બપોરે ત્રણ વાગ્યાના સમાયગાળામાં આ કાર્યવાહી કરાઇ હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગાડીમાં 0993માં શરાબનો જથ્થો ભરાઈને ગાડી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે મચ્છુનગર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવીને ગાડી રોકાવીને તપાસ કરાઇ હતી. તપાસ અંતર્ગત ગાડીમાંથી સહિત કુલ 5,99,480નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જાણવા મળ્યું છે કે આ જથ્થો આદિપુર પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા દીપેશ સામતભાઈ રબારીને આ દારૂનો જથ્થો આપવાનો છે તેવી કેફિયત આપી હતી  તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો.