ગાંધીધામના ભચાઉના યુવાનના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન મોબાઈલ ખરીદીને ઠગાઈ

copy image

copy image

ગાંધીધામના ભચાઉના યુવાન સાથે ગુરુગ્રામના શખ્સે ઓનલાઈન ક્રેડિટકાર્ડમાંથી ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીને છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અંતર્ગત આ બનાવ ગત તા. 30 માર્ચના અરસામાં બન્યો હતો.  ગુરુગ્રામમાં રહેતા આરોપી ગૌતમ કુમારે ફરિયાદીનો મોબાઈલ હેક કરીને આ બનાવને અંજામ અપાયો હતો. ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં કામ કરતા ફરિયાદી દિલીપસિંહ ભરતસિંહ દાહીમાના ક્રેડિટકાર્ડમાં 2.19 લાખની ખરીદી થઈ હોવાનો મેસેજ આવતા તમામ જુદા-જુદા ટ્રાન્ઝેક્શન ઈ-કોમર્સ કંપનીમાંથી થયાં હોવાનું સામે આવ્યું હતું. ફોનમાં ફ્લીપકાર્ટ ડાઉનલોડ કરતાં તેમાંથી આરોપીએ ત્રણ મોબાઈલની ખરીદી કરી હોવાનું સામે આવતા ફ્લીપકાર્ટમાં મોબાઈલ પરત આપવાની રિક્વેસ્ટ નાખવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા મોબાઈલ ડિલિવર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પૈસા પરત આવી જશે, તેવી ધારણા રાખી ફરિયાદમાં વિલંબ કરાયો હોવાનું જણાવાયું છે.