અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી છેવટે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી છેવટે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ થઈ છે. સૂત્રો દેયર મળતી માહિતી અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ બાદ લેવાયો .વધુમાં યુદ્ધવિરામ પહેલાં ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તે તેની આખી સભ્યતા ખતમ કરી નાખશે . તેમણે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની પણ ચીમકી આપી હતી.ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ , આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થી અને છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ પછી શક્ય બની. પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઈરાને સ્વીકારી લીધો.સમજૂતી હેઠળ, અમેરિકા અને ઇઝરાયલ પોતાના હુમલા રોકશે તેમજ . ઈરાન પણ હુમલા બંધ કરશે. જે દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ, ગેસ અને અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર ઈરાની સેનાની મદદથી સુનિશ્ચિત કરવામાં આવશે