અંજારના ચંપક નગર સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરાઇ

અંજારના શિવ શક્તિ સોસાયટી દ્વારા ‘સાર્વજનિક પ્લોટ’ પર CGDCR ના નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર ફેન્સીંગ (દબાણ) કરવા, નગરપાલિકાની મિલકત (ગટર/ફૂટપાથ) પચાવી પાડવા, અમાશ ‘ઇઝમેન્ટ રાઇટ્સ’ નો ભંગ કરવા બાબતની અતિ-ગંભીર અને વિગતવાર ફરિયાદ.સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં ચંપક નગર સોસાયટીના રહીશો અત્યંત ગંભીર, ગેરકાયદેસર અને આયોજનબદ્ધ જમીન કૌભાંડ (Encroachment) તરફ દોરે છે , જે સીધી રીતે નગરપાલિકાની મિલકત, કાયદો અને જાહેર સુવિધાઓને નુકસાન પહોંચાડી રહ્યું છે. નગરપાલિકાની સરકારી મિલકત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગેરકાયદેસર કબ્જો: આ દબાણ માત્ર બે સોસાયટીઓ પૂરતું સીમિત નથી, પરંતુ નગરપાલિકાની સરકારી મિલકત પરનો સીધો હુમલો છે.તેમજ આ સાર્વજનિક પ્લોટની અંદરથી નગરપાલિકાની મુખ્ય ગટર લાઈનો પસાર થાય છે. શિવ શક્તિ સોસાયટીએ આખી ગટર લાઈનને પોતાની વાડની અંદર કવર કરી લીધી છે. આના કારણે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ (Public Servants) માટે સફાઈ કે મેન્ટેનન્સ માટે ગટર સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. નગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના પૈસાથી પ્લોટની બોર્ડર પર બનેલ પેવર બ્લોકનો સરકારી ફૂટપાથ પણ આ ગેરકાયદેસર ફેન્સીંગની અંદર દબાવી દેવામાં આવ્યો છે.પ્લોટમાં આવેલી સરકારી સ્ટ્રીટ લાઈટો પણ હવે આ ગેરકાયદેસર વાડની અંદર છે. નગરપાલિકા કે PGVCL ના કર્મચારીઓ હવે મેન્ટેનન્સ માટે તે થાંભલાઓ સુધી પહોંચી શકે તેમ નથી.આ અંગે નગરપાલીકાને માંગણી કરવામાં આવી છે કે ૧. નગરપાલિકાના દબાણ હટાવવા માટેના વિભાગ (Anti-Encroachment Cell) દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે.
૨ .CGDCR ના નિયમોનું ઉલ્લંઘન કરતી અને નગરપાલિકાની ગટર, ફૂટપાથ તથા સ્ટ્રીટ લાઈટોને બાનમાં લેતી આ ગેરકાયદેસર વાડ (ફેન્સીંગ) કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના, સત્વરે નગરપાલિકાના ખર્ચે અને જોખમે તોડી પાડવામાં આવે. ૩. ખાસ વિનંતી: દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અગાઉથી જ અંજાર પોલીસ સ્ટેશનથી પરતો પોલીસ બંદોબસ્ત (Police Protection) સાથે રાખવામાં આવે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. અને નગરપાલિકાના કર્મચારીઓ પર કોઈ હુમલો ન થાય. આ બાબતે નગરપાલિકા દ્વારા સત્વરે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આશા રાખી જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો નાછૂટકે કલેક્ટર શ્રી અને નામદાર કોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે..