પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમતા ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, અલીઅકબર આમદશા શેખ રહે. કનૈયાબે તા.ભુજ વાળો હાલે બી.કે.ટી. ના ગેટ નં.૪ પાસે એક્સેસ રજી નં.GJ-12-HH-8317 વાળી પર હાજર છે અને પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ IPL-2026 માં આજની સન રાઈઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર રૂપિયાની હારજીતનો ક્રિકેટ સટ્ટો રમે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી vegasbook9.com નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાઇ ગયેલ તેમજ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ તેમજ ક્રીકેટ સટ્ટો રમવા માટે આઇ.ડી. આમદશા ઉર્ફે ઓસાયો શેખ રહે.શેખ ટીંબો, અંજાર વાળા પાસેથી લીધેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહી મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૨૨૦/૨૦૨૬ જુગાર ધારા કલમ ૧૨(એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • પકડાયેલ ઇસમ :-
  • અલીઅકબર આમદશા શેખ ઉ.વ. ૩૪ રહે. જુના કનૈયાબે તા.ભુજ

:• પકડવાનો બાકી ઇસમ :-

આમદશા ઉર્ફે ઓસાયો શેખ રહે.શેખ ટીંબો અંજાર.

મુદામાલ :-

મોબાઇલ નંગ-૦૧, કિં.રૂ. ૫,૦૦૦/-

  • સુઝુકી કંપનીની એકસેસ રજી નં .GJ-12-HH-8317 કિ.રૂ. ૩૦,000/-