ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા દેશીદારૂની હેરફેર કરતા ઈસમને વાહન દારૂના જથ્થા સાથે પકડી પાડતી પધ્ધર પોલીસ “

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ અને ડો.વિશ્વા શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય પેટા ચુંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાવ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને પ્રોહીબીશન અધિનીયમનો કડક અમલ કરવામાં આવે અને દારૂની હેરફેર,વેચાણ કરતા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરી દારૂની બંદી દુર કરવા સારૂ સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. ખાંટ દ્વારા ઉપરોક્ત આદેશ મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ-અલગ ટીમો રચના કરી તેઓને જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની હેરફેર, વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેમજ વિસ્તારમાં આ અંગે સધન ચેંકીંગ અને પેટ્રોલીંગ ગોઠવી ગેરકાયદેસર રીતે દારૂના વેચાણ કરનાર ઇસમો ઉપર કડક અને અસરકારક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ દિશાનિર્દેશ આપવામાં આવેલ આ સૂચનાઓના અનુસંધાને પોલીસ ટીમોએ સતર્કતા અને વ્યવસ્થિત આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવેલ હતી તે દરમ્યાન પધ્ધર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા વિરેન્દ્રસિંહ પરમારનાઓને સયુકત રીતે તેમના બાતમીદાર દ્વારા બાતમી હકિકત મળેલ હતી કે, ” અલ્ટ્રો કાર જેના રજી નંબર જી જે ૦૬ ઇ ક્યુ ૧૪૧૭વાળીમાં તેનો ચાકલ રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ રહે. કલ્યાણેશ્વર સોસાયટી શેખપીર કુકમા તા-ભુજ વાળો ભારતીય બનાવટનો વિદેશીદારૂ તથા દેશીદારૂ ભરી ચકાર કોટડા ગામ તરફથી કુકમા ગામમા તરફ જવાનો હોય જેથી આ બાબતી હકિકત અંગે તુર્તજ વર્કઆઉટ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ તથા દેશીદારૂની હેરફેર કરતા ઈસમને વાહન સાથે ઝડપવામાં સફળતા મળી હતી.
ધરપક કરવામાં આવેલ આરોપી નામઃ-
(૧) રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ ઉ.વ. ૨૯ રહે. કલ્યાણેશ્વર સોસાયટી શેખપીર કુકમા તા-ભુજમો.નં ૯૫૮૬૨ ર૧૮૬૬
પકડવાના બાકી આરોપીઓ નામઃ-
(૧) ક્રિપાલસિંહ નિરૂભા જાડેજા રહે ખેડોઇ તા- અંજાર
(ર) રવિરાજસિંહ પોપટભા જાડેજા રહે ખેડોઇ તા- અંજાર
4 જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ કુલ-કિમત રૂપીયા ૧.૨૩.૨૦૦/-
ભારતીય બનાવટનો વિદેશીદારૂના JUBILEE SPECIAL WHISKY FOR SALE IN U.T CHANDIGARH ONLY બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના કવાટરીયા નંગ-૩૭ કિ.રૂા. ૭,૪૦૦/-
દેશીદારૂ લીટર ૫૪ કિમત રૂપીયા ૧૦,૮૦૦/-
પ્રોહીબીશનનો મુદામાલ હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ અલ્ટ્રો ગાડી જેના રજી નંબર GJ 06 EQ 1417 કિમત રૂપીયા ૧,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ- ૦૧ કિ.રૂા. ૫૦૦૦/-
ધરપકડ કરેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસની વિગત. રાજદિપસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ
(૧) પધ્ધર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૯૦/૨૫ પ્રોહી ક-૬૫(એ)(એ),૯૮(ર) વિ.
(૨) પધ્ધર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૨૪૭/૨૪ પ્રોહી ક-૬પ(એ)(એ) વિ.
(3) પધ્ધર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૩૯/૨૩ પ્રોહી ક-૬૫(એ)(એ) વિ.
(૪) પધ્ધર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૧૬૦/૨૩ પ્રોહી ક-૬૫(એ)(એ) વિ.
કામગીરીમાં સહભાગી પોલીસ અધિકારીશ્રી અને કર્મચારીઓ:-
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.ડી.ખાંટનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.કૃષ્ણદેવસિંહ ગોહિલ, તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ ચૌધરી તથા પો.કોન્સ. બળદેવભાઈ રબારીનાઓ જોડાયેલ હતા.