હોર્મુઝ બાદ હવે રાતા સમુદ્રમાં પણ ખતરો, 10-12 લોકોના હથિયારબંધ સમૂહે જહાજ ઘેર્યું
copy image

મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. રાતા સમુદ્ર અને હોર્મુઝમાં જહાજો પર થઈ રહેલા હુમલાઓએ વૈશ્વિક દરિયાઈ વેપાર માટે મોટું સંકટ ઊભું કર્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર , ઈરાને કડક ચેતવણી આપી છે કે જો તેની સરહદો અથવા હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે, તો તે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગો પર નિયંત્રણ મેળવી શકે છે. મિડલ ઈસ્ટમાં તણાવ હવે ખતરનાક સ્થિતિએ પહોંચી રહ્યો છે. એક તરફ અમેરિકા હોર્મુઝમાં નાકાબંધી કરવા જઈ રહ્યું છે, બીજી તરફ રાતા સમુદ્રમાં પણ જહાજો પર ખતરો મંડરાઈ રહ્યો છે. રવિવારે યુનાઈટેડ કિંગડમ મેરિટાઈમ ટ્રેડ ઓપરેશન્સના અનુસાર, યમનના અલ હુદૈદા કિનારાથી અંદાજિત 54 નોટિકલ માઈલ દૂર એક જહાજને 10-12 લોકોના હથિયારબંધ સમૂહે ઘેરી લીધું. જેમાંથી 4-5 લોકો ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતા. હુમલાખોરોએ જહાજને રોકવાના આદેશ આપ્યા, પરંતુ કેપ્ટને માનવાની ના પાડી દીધી. ત્યારબાદ હુમલાખોરોનું જહાજ નજીક આવ્યું અને તેના જહાજ પર ચઢવાનો પ્રયાસ કર્યો. સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કેપ્ટનની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જહાજ પરથી ફ્લેયર છોડવામાં આવ્યા, જ્યારબાદ હુમલાખોરોએ પીછેહટ કરી અને દક્ષિણ-પૂર્વ દિશામાં નાસી ગયા. આ ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું, પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાતા સમુદ્રમાં સતત ખતરો વધી રહ્યો છે.