ઈરાન 5 વર્ષ પરમાણુ પ્રોગ્રામ અટકાવવા તૈયાર, અમેરિકા 20 વર્ષ માટે મક્ક્મ

copy image

copy image

વૈશ્વિક રાજકારણમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી અમેરિકા અને ઇરાન વચ્ચેની શાંતિ વાર્તાના પ્રથમ દિવસે જ નિરાશા જોવા મળી છે .સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇસ્લામાબાદમાં મળેલી આ ઐતિહાસિક બેઠકમાં ઇરાને અમેરિકાની શરતો માનવાનો ઇનકાર કરી દેતા વાટાઘાટો હાલ પૂરતી અટકાવી દેવાઈ છે. વિવાદનું મુખ્ય કારણ :આ વાટાઘાટો નિષ્ફળ જવાનું સૌથી મોટું કારણ ઇરાનનો પરમાણુ એનરિચમેન્ટ પ્રોગ્રામ છે. અમેરિકા ઇચ્છતું હતું કે ઇરાન તેના પરમાણુ પ્રોગ્રામને આગામી 20 વર્ષ માટે સંપૂર્ણપણે ફ્રીઝ (સ્થગિત) કરી દે. ઇરાન માત્ર 5 વર્ષ માટે જ આ પ્રોગ્રામ રોકવાની ડીલ ઓફર કરી રહ્યું હતું. અહેવાલો અનુસાર હવે બંને પક્ષો સાડા બાર વર્ષની મર્યાદા પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. અમેરિકી પ્રતિનિધિ જે.ડી વેન્સે જાહેરાત કરી છે કે, ઇરાન શરતો ન માનતું હોવાથી વાર્તા સ્થગિત કરવામાં આવે છે. જોકે, બીજી તરફ કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ્સ દાવો કરે છે કે પડદા પાછળ હજુ પણ વાતચીત ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આ બંને દેશો વચ્ચેની આ સૌથી મોટી શાંતિ મંત્રણા માનવામાં આવે છે. જો આ વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જશે, તો મધ્ય પૂર્વમાં તણાવ ફરી વધી શકે છે.