ભચાઉના સામખિયાળીમાં મુંબઈથી દારૂ લઈ આવતા બે મુંબઈગરાને પોલીસે રૂા. 24,200નો દારૂ કબ્જે કરાયો

copy image

ભચાઉના સામખિયાળીમાં મુંબઈથી દારૂ લઈ આવતા બે મુંબઈગરાને પોલીસે રૂા. 24,200નો દારૂ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સામખિયાળી રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળનારા બે શખ્સ પાસે બેગમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે સ્મશાન ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવતા બે શખ્સ આવતાં મુંબઈગરા એવા મૂળ રાપરના તથા આદિપુરના ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી કિંગફીશર બિયરના 110 ટીન એમ કુલ રૂા. 24,200નો દારૂ જપ્ત કરાયો હતો. તેમને હાલ મુંબઈ રહેતા યુવાને સાંતાક્રૂઝથી આ દારૂ આપી અને કચ્છમાં છૂટક વેચાણ કરવા કહ્યું હતું. આ દારૂ આપનારાને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.