ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા

image-191

copy image

copy image

ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર દિવસના ભારત પ્રવાસે આવેલા ઓસ્ટ્રિયન ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટોકર સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા. એક મીડિયાના  એહવાલ મુજબ, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા વિશે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, ચાન્સેલરની મુલાકાત વેપાર અને રોકાણમાં નવી ઊર્જાનો સંચાર કરશે. ભારત અને ઓસ્ટ્રિયા દુનિયાને વિશ્વસનીય ઉકેલો પૂરા પાડવા માટે ટેકનોલોજી અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે.