CAA હેઠળ નાગરિકત્વ મેળવનાર ૪૦૦થી વધુ પાકિસ્તાની હિન્દુ મહેશ્વરી પરિવારોના પુનર્વસન,જમીન-મકાન ફાળવણી અને SC પ્રમાણપત્રો માટે વડાપ્રધાનશ્રીને રજૂઆત

નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ તાજેતરમાં જ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર અને હાલ રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલા પાકિસ્તાનથી સ્થળાંતરિત ૪૦૦ થી વધુ પીડિત હિન્દુ મહેશ્વરી પરિવારોના કાયમી પુનર્વસન, રોજી-રોટી અને સામાજિક અધિકારો માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીને એક વિસ્તૃત અને સત્તાવાર રજૂઆત કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી નરેશ કેશવલાલ મહેશ્વરી દ્વારા કરવામાં આવી છે. શ્રી મહેશ્વરી દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં દેશના ભાગલાના ૭૫ વર્ષ બાદ પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા અલ્પસંખ્યક હિન્દુઓની વેદનાને યોગ્ય ન્યાય આપવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નેતૃત્વ હેઠળ શક્ય બન્યું છે. CAA કાયદો લાગુ થવાથી વર્ષોથી અનિશ્ચિતતામાં જીવતા આ પરિવારોને હવે સન્માનપૂર્વક ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થઈ ચૂક્યું છે.જેનો આભાર વ્યક્ત કર્યો હતો . પરંતુ, પાકિસ્તાનમાં અત્યંત વિપરીત અને ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે પોતાની આજીવનની જમાપુંજી, જમીન અને ઘરબાર છોડીને માતૃભૂમિ ભારતમાં શરણ લેવી પડી છે . પાકિસ્તાની અને ભારતીય ચલણના મોટા તફાવતને કારણે ભારત આવ્યા બાદ આ પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. હાલમાં આ ૪૦૦થી વધુ પરિવારો રાજકોટ શહેર અને આસપાસના વ સ્તારોમાં ભાડાના મકાનોમાં રહીને શૂન્યમાંથી નવી શરૂઆત કરવા માટે આકરો સંઘર્ષ કરી રહ્યા છે.જેઓના માટે કાયમી આશ્રય માટેસરકાર દ્વારા જમીન અને મકાનની ફાળવણી અગાઉના દાયકાઓમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા શરણાર્થી બંધુઓને સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ/મકાન અને આજીવિકા માટે ખેતીવિષયક જમીન ફાળવવામાં આવતી હતી. તે જ
ધારાધોરણો મુજબ રાજકોટ ખાતે વસેલા આ ૪૦૦થી વધુ પરિવારોના કાયમી આશ્રય માટે રહેણાંકના પ્લોટ/મકાન અને રોજી-રોટી માટે ખેતીની જમીન ફાળવવામાં આવે. સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે સત્વરે જોડાણ આ પરિવારો આર્થિક રીતે અત્યંત પછાત સ્થિતિમાં હોવાથી તેમને તાત્કાલિક ધોરણે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ મફત રાશન અને ‘આયુષ્માન ભારત યોજના’ રૂ. ૫ લાખ સુધીનું મફત આરોગ્ય કવચ જેવી કેન્દ્ર સરકારની અગત્યની યોજનાઓ સાથે જોડીને રાશનકાર્ડ અને હેલ્થ કાર્ડ પૂરા પાડવામાં આવે. અનુસૂચિત જાતિ પ્રમાણપત્રો મેળવવા ખાસ નીતિ સ્થળાંતરિત મહેશ્વરી સમાજ મૂળભૂત રીતે અનુસૂચિત જાતિ
ની શ્રેણીમાં આવે છે. પરંતુ, સરહદ પારથી આવેલા હોવાના કારણે તેમની પાસે ભારતના વર્ષો જૂના દસ્તાવેજો કે વંશાવળીના પુરાવાઓ હોવા અશક્ય છે. પુરાવાના અભાવે સ્થાનિક તંત્ર દ્વારા SC દાખલા ઈશ્યૂ કરવામાં ભારે જટિલતા ઊભી થઈ રહી છે. આથી, સરકારી સ્તરે ખાસ સરળ સરક્યુલર કે નીતિ ઘડીને તેમને SC પ્રમાણપત્રો સરળતાથી ફાળવવામાં આવે, જેથી તેમના બાળકોને શિક્ષણ, પ્રવેશ અને શિષ્યવૃત્તિઓનો લાભ મળી શકે. આ રજૂઆત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા ને લેખિત રજૂઆત કરી હતી અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી નરેશ કેશવલાલ મહેશ્વરીએ આશા વ્યક્ત કરી છે કે પીડિત અને શરણાગત પરિવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને કેન્દ્ર સરકાર આ બાબતે સત્વરે હકારાત્મક નિર્ણય લેશે.