કોઠારા ખાતે શુક્રવારે ભુજ-નલિયા-ભુજ એસ.ટી. બસનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં  રસ્તો ઉતરી

copy image

copy image

કોઠારા ખાતે શુક્રવારે ભુજ-નલિયા-ભુજ એસ.ટી. બસનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં  રસ્તો ઉતરી ગઈ હતી, જેનાથી  મુસાફરોમાં ડરનો મહોલ સર્જાયો હતો. જો કે, એક વૃદ્ધા અને કંડક્ટરને મૂઢમાર લાગતાં તેઓને 108 મારફતે મંગવાણા ખસેડાયા હતા. આ અકસ્માત બપોરે 1.45 વાગ્યે ઉપડતી ભુજ ડેપોથી  જ્યારે વિભાપર પાસે પહોંચી, ત્યારે બસનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતાં બસ રોડની નીચે ઉતરી ગઈ હતી અને મુસાફરોની ચીસોચીસ વચ્ચે સવાર મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા, સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી આ અકસ્માતના કારણે બસમાં સવાર વૃદ્ધા અને મહિલા કંડકક્ટરને મૂઢમાર લાગ્યું  હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને 108 મારફતે મંગવાણા ખસેડાયા હતા.