ઠગાઈ મા ગયેલ રકમ 52 લાખ ફક્ત આઠ દિવસમાં અરજદારને પરત કરાવતી LCB કચ્છ ભુજ

ગઇ તા.૦૯/૦૪/૨૦૨૬ ના રોજ ફરીયાદીએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરી અને પોતાની ફરીયાદ હકીકત જાહેર કરેલ કે, આરોપીઓ (૧) રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત રહે.ગાંધીનગરી ભુજ તથા (૨) હાજી વલીમામદ કકલ રહે.ગાંધીનગરી ભુજ વાળાઓ એકસંપ થઈ ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો બર લાવવા સારૂ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપે છે તેવી કપટપુર્વક ખોટી હકીકત જણાવી ભુજ બોલાવી કાવતરાના ભાગરૂપે ઉપરોકત વ્યકિતઓએ ખોટા નામ ધારણ કરી ફરીયાદી સાથે મીટીંગ કરી સોનાના બિસ્કીટ લલચાવવાના ઈરાદાથી બતાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે આપવાનું જણાવી વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી પાસેથી સને-૨૦૨૪ ના વર્ષમાં અલગ-અલગ સમયે રૂ. ૭૫,૦૦,૦૦૦/- લઇ બે સોનાના બિસ્કીટ કિ.રૂ.૧૪,૦૦,૦૦૦/- ના આપી બાકીના રૂ.૬૧,૦૦,૦૦૦/- નુ સોનું આપવાની લાલચ આપી તે રૂપીયા મેળવી તે રૂપીયાનું સોનું કે તે રૂપીયા ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી ઠગાઈ વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ જે આધારે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૩૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની ક. ૩૧૮(૪),૩૧૯(૨),૬૧(૨),૩(૫) મુજબનો ગુનો ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરૂધ્ધ દાખલ કરાવેલ અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓ ચલાવી રહેલ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામે આરોપીઓને પકડી મુદ્દામાલ પરત કરાવવા તમામ પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય

જે ગુનાની તપાસ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમા ઉપરોક્ત આરોપીઓ પાસેથી કુલ્લે રૂ. ૫૨,૦૦,૦૦૦/- ઠગાઇ વિશ્વાસઘાત કરી લીધેલ રકમ કબ્જે કરવામાં આવેલ અને ફરીયાદ દાખય થયા બાદ આઠ દિવસના ટુંકા ગાળા દરમ્યાન નામ. કોર્ટ ભુજના હુકમ અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબ તથા એચ.આર.જેઠી સાહેબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા અરજદારશ્રી હિરાલાલ હપારામ ચૌધરી રહે.-જોધપુર રાજસ્થાન વાળાને બોલાવી ઠગાઇ વિશ્વાસઘાતમાં ગયેલ રકમ કુલ્લે રૂ.૫૨,૦૦,૦૦૦/- પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરેલ છે.