ભારત વિશ્વમાં સૈન્ય પાછળ ખર્ચ કરતો પાંચમો સૌથી મોટો દેશ બન્યો

image-289

copy image

copy image

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારત હવે વિશ્વનો પાંચમો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બની ગયો છે. આ અહેવાલ વર્ષ 2025 ના આંકડાઓ પર આધારિત છે. વૈશ્વિક ક્રમ અને ખર્ચ ટોચના 5 દેશો: અમેરિકા, ચીન, રશિયા અને જર્મની બાદ ભારત પાંચમા ક્રમે છે. ભારતનો કુલ ખર્ચ: વર્ષ 2025 માં ભારતનો સૈન્ય ખર્ચ 92.1 અબજ ડોલર રહ્યો છે, જે અગાઉના વર્ષ કરતા 8.9% નો વધારો દર્શાવે છે. વૈશ્વિક હિસ્સો: કુલ વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારતનો હિસ્સો 3.2% છે. ખર્ચ વધવાનું મુખ્ય કારણ: ‘ઓપરેશન સિંદૂર’રિપોર્ટ અનુસાર, ભારતના સૈન્ય બજેટમાં આ નોંધપાત્ર વધારા પાછળ ‘ઓપરેશન સિંદૂર’ એક મહત્વનું કારણ રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોએ તાત્કાલિક ધોરણે આધુનિક હથિયારો અને સાધનસામગ્રીની ખરીદી કરી હતી. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદો પર ચાલી રહેલા તણાવને કારણે સેનાને ‘યુદ્ધ માટે સજ્જ’ રાખવા માટે આ આકસ્મિક ખર્ચ કરવામાં આવ્યો હતો.