ભુજ શહેરના વોકળા ફળિયામાં રહેતી 28 વર્ષીય યુવા પરિણીતાનું ગળેફાંસો ખાઈ આપઘાત
copy image

ભુજ શહેરના વોકળા ફળિયામાં રહેતી 28 વર્ષીય યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એ-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મનીષાબેને કોઈ અગમ્ય કારણોસર બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે તેમના બહેન માનકૂવા લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પાંચ વર્ષના લગ્ન દરમ્યાન એક બાળકને વિલાપ કરતાં મનીષાબેન મૃત્યુ પામતાં અરેરાટી વ્યાપી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.