વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા :નરેન્દ્ર મોદી
copy image

ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત પ્રાપ્ત કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ટ્વિટ કરી લખ્યું છે કે, “ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે . ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમુલક કાર્યોને માન્યતા આપતાં ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે, વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.“