ભારતીય રૂપિયો ડોલર સામે 95 ના સ્તરે

copy image

copy image

ભારતીય રૂપિયો ડોલર સામે 95 ના સ્તરને પાર કરી જતાં ભારત હવે પોતાની આર્થિક સુરક્ષા માટે સજાગ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.  આ નવી પેમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અને અમેરિકી ડોલરની અસ્થિરતાના પ્રભાવને ઓછો કરવાનો છે. ભારત, રશિયા, ચીન સહિતના બ્રિક્સ સભ્ય દેશો  સીમા પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે. આનાથી ડોલરમાં કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની નિર્ભરતા ઘટશે. નિષ્ણાંતોના મતે, આ પેમેન્ટ સિસ્ટમ ભારત માટે મહત્વની વસ્તુઓની આયાત કરવા અને નાણાકીય પ્રતિબંધોથી બચવા માટે એક વીમા પોલિસી જેવું કામ કરશે. જોકે, ભારત માટે પડકાર એ છે કે આ પ્લાનથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ ન થાય. ભારત અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે, તેથી ભારતે અમેરિકાને વિશ્વાસમાં લેવું પડશે કે આ સિસ્ટમ ડોલરના વિકલ્પ તરીકે નહીં.