અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે પાકિસ્તાનમાં ઈંધણનું સંકટ ગંભીર
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે પાકિસ્તાનમાં ઈંધણનું સંકટ ગંભીર બન્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાન પાસે ક્રૂડ ઓઇલનો સ્ટોક અત્યંત મર્યાદિત છે અને મંત્રીઓએ જાહેરમાં આ લાચારીનો સ્વીકાર કર્યો છે.પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે કેમેરા સામે કબૂલાત કરી છે કે પાકિસ્તાનમાં હવે માત્ર 5થી 7 દિવસનો જ ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન પાસે ભારત જેવો કોઈ ઓઇલ ભંડાર નથી અને તેમનો દેશ માત્ર કોમર્શિયલ રિઝર્વ પર જ નિર્ભર છે. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ થતા તેલની કિંમતો વધીને 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જેનાથી પાકિસ્તાનની મુસીબતોમાં મોટો વધારો થયો છે.ભારતના ઓઇલ રિઝર્વ અને આર્થિક તાકાતથી પાકિસ્તાન ચિંતિત: પાકિસ્તાની મંત્રીએ ભારત સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે ભારત પાસે 60થી 70 દિવસનો ઓઇલ ભંડાર છે, જે કટોકટીના સમયે તરત જ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત ભારત પાસે 600 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હોવાથી તે આ સંકટનો સામનો કરવા સક્ષમ છે. ભારત પર IMFનું કોઈ દબાણ નથી અને તેની પાસે પૂરતી ‘ફિસકલ સ્પેસ’ હોવાથી ટેક્સ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપી શકે છે, જ્યારે પાકિસ્તાન માટે આવું કરવું અશક્ય છે