ભાચુંડા બિલેશ્વર મહાદેવ મંદિરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો 10 ગામ ના ભક્તો ભંડારા માં જોડાયા

ભાચુંડા બિલેશ્વર મહાદેવ મંદિરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો 10 ગામ ના ભક્તો ભંડારા માં જોડાયા
700 વર્ષ પહેલા બનેલા મંદિર ને ભૂકંપ માં ક્ષતિગ્રસ્ત બનતા 15 વર્ષ થી નવીનીકરણ બન્યા પછી દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ઉજવાય છે
અબડાસા તાલુકાના ભાચુંડા ગામ થી બે કિલોમીટર દૂર આવેલા ૭૦૦ વર્ષ પુરાણા ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આજથી 15 વર્ષ પહેલાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે શંકરાચાર્યથી લઈને હિન્દુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થયું હતું ત્યારથી દર વર્ષે મહાદેવના મંદિરે પાટોત્સવ યોજવામાં આવે છે. એક દિવસિય આયોજિત મહોત્સવમાં બિલેશ્વર મહાદેવ ભક્ત પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જેમાં સવારે સ્થાપિત દેવોનું પૂજન, હોમ હવન ધ્વજા રોહણ સાથે બપોરે મહા આરતી તેમજ મહાપ્રસાદ સાથે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું. છેલ્લા 14 વર્ષથી વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં એકમાત્ર મહોત્સવના યજમાન બાબુલાલ ભદ્રા પરિવાર હસ્તે સંતોષ ભદ્રા તેમજ કાર્તિક ભદ્રા જ્યારે ગામ ના અને આ વિસ્તાર ના ભોળા નાથ ના ભક્તો આ કાર્યક્રમ માં જોડાયા હતા
ભદ્રા પરિવાર ની દીકરી સુસ્મિતા ભદ્રા એ બિલેશ્વર મહાદેવ ના પરચા અને આસ્થા અગે કયું હતું કે મહાદેવ મંદિર ની એવી જગ્યા છે જ્યાં મન થી માનેલી મનો કામના પૂર્ણ થાય છે અહીં શિવરાત્રિ,શ્રાવણ મહિના માં દર સોમવારે મહા આરતી .ભજન.ચાર પોળ ની પૂજા સાથે ભંડારા નું આયોજન કરવામાં આવીછે અહીં 18 વર્ણ ના ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવ ની અતૂટ આસ્થા ધરાવેછે
ભૂકંપ પછી આ મંદિર ક્ષતિગ્રસ્ત થતા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું આધુનિક મંદિર ઊભું કરવામાં આવ્યું છે, આ મંદિરમાં નીલકંઠ મહાદેવ સાથે અનેક મૂર્તિઓની સ્થાપના સાથે દેશના શહીદ થઈ ગયેલા લડવૈયા અને સામાજિક સંતો મહંતો માતાજીઓની મૂર્તિઓ મુકવામાં આવી છે. પાટોત્સવ નિમિતે ઢોલ શરણાઈ સાથે સંતોની ઉપસ્થિતમાં ભવ્ય રવાડી કાઢવામાં આવી હતી જેમાં ભાચુંડા બિટીયારી સાંધવ રવા સાથે આજુબાજુના ૧૦ થી ૧૫ ગામો ના હરિભક્તો કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે ભગવાનના વસ્ત્રો ધ્વજા રોહણ, અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાંઆવ્યા હતા,
હોમ હવનના આચાર્યપદે પ્રફુલભાઈ શાસ્ત્રી અને અન્ય પંડિતો મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમ કરાયું હતું, આ પહેલાં ગામના તેમજ આ વિસ્તારના એક હજાર થી વધુ ગૌમાતાઓને લીલો ચારાનું નિરણ કરવામાં આવ્યું હતું. ભાચુંડાના અગ્રણીઓ સાથે ધરમશી ભાઈ ભદ્રા(બીટીયારી),મંદિર ના પૂજારી નારાનગર ગોસ્વામી,બુધીયાભાઈ ભગત,રામજીભાઈ ફુલીયા,મહેશગર ગોસ્વામી,સરપંચ નવીનગર ગોસ્વામી, શંકરલાલ અમર, , ડોલુભા જાડેજા (બીટીયારી), ભરતસિંહ જાડેજા સહિત ભાચુંડા ગામના મહેશ્વરી સમાજ, રાજપુત સમાજ, વિષ્ણુ સમાજ, અને ભાનુશાલી સમાજ સાથે અઢારે વર્ણના બિલેશ્વર મહાદેવના મંદિરને માનતા ભક્ત પરિવારો આ ધાર્મિક ઉત્સવમાં જોડાયા હતા. કાર્યક્રમમાં આ મંદિરના પૂજારી પરિવારના ભગવાનગર ગોસ્વામી, નારણગર ગોસ્વામી, મહેશગર ગોસ્વામી, ગામના ભાનુશાલી સમાજના અગ્રણી બુધિયા ભગત વગેરેએ તમામ વ્યવસ્થા સંભાળી હતી.