ભુજ : લોડાઈ ગામના શખ્સએ સોશિયલ મીડિયામાં ISISની વિચારધારા ફેલાવતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ

આતંકવાદી સંગઠન ISIS ની વિચારધારાને અનુસરી ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અંખડિતતાને જોખમમાં મુકતા ઇસ્લામિક યુધ્ધના, ખિલાફતના તથા જીહાદ કરવા એકઠા થવા માટેની લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનાર ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ- ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આતંકવાદી અને દેશવિરોધી સંગઠનો તેમજ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા ઇસમો પ્રત્યે સંવેદના રાખી ભારત દેશની એકતા અને અખંડિતતાને જોખમરૂપ હોય તેવા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી.પરમાર તથા શ્રી એમ.આર.શકોરીયાનાઓએ એસ.ઓ.જી. સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓને આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમોની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી તેમની ગેરકાયદેસર પ્રવૃતિ પકડી પાડવા જરૂરી સુચના આપેલ. જે અન્વયે તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી.પરમારનાઓને કૃકિરમામદ ઇશા ગગડા, ઉવ.૩૨, રહે. લોડાઇ, તા. ભુજ વાળાની ગેરકાયદેસર પ્રવૃતિ સંબંધે સચોટ બાતમી હકિકત મળેલ જે અન્વયે મજકુર ઇસમ દ્વારા ઉપયોગમાં લેવાયેલ મોબાઇલો ચેક કરતાં મજકુર અલગ-અલગ નામના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટ બનાવેલ હોવાનું જણાયેલ. તેમજ મજકુર એક ખાસ વિચારધારમાં જ માનવા માટેના વીડિયો, લખાણ, ફોટા પોસ્ટ કરી તથા આતંકવાદી સંગઠન ISIS ની આઇડીયોલોજી ફોલોવ કરી ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મુકતા ઇસ્લામિક યુધ્ધના, ખિલાફતના તથા જીહાદ કરવા એકઠા થવા લોકોને ગેરમાર્ગે
દોરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ હોય જેથી મજકુર આરોપી વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા મુજબ પધ્ધર પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનું નામ-સરનામ
ફકિરમામદ ઇશા ગગડા, ઉવ.૩૨, રહે. લોડાઇ, તા. ભુજ
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
સદર કામગીરીમાં એસ.ઓ.જી., ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી.પરમાર, એમ.આર. શકોરીયા, પો.સ.ઇ. ડી.બી.વાઘેલા, આર.એલ. ચૌધરી, ટી.બી.રબારી તથા એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.