કચ્છના નાના રણમાં  કાર પલ્ટી જતા અકસ્માત સર્જાયો:પરિવારની નજર સામે ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રએ દમ તોડ્યો

image-20

copy image

copy image

રાપર તાલુકાના વરણું પલાંસવા પાસે  કચ્છના નાના રણમાં  કાર પલ્ટી જતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં  આદિપુરના આહીર પરિવારના પિતા પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું તેમજ અન્ય પરિવારના લોકોને ઈજાઓ  પહોંચી હતી. આ બનાવને પગલે આહીર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ નાના રણમાં મેડક બેટ પાસે બન્યો હતો. આદિપુરના રોયલ ક્રિષના સોસાયટીમાં રહેતા આહીર સમાજના પરિવાના  8 સભ્યો  વાછરાદાદાના મંદીરે દર્શન કરવા જતા હતા જે દરમિયાન અચાનક  ઈનોવા કાર ત્રણ થી ચાર  પલ્ટી ખાઈ જતા કચ્છનું નાનું રણ  ઈજાગ્રસ્તોની ચીસોથી  ગુંજી ઉઠયું હતું. પરિવારની નજર સામે ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રએ દમ તોડ્યો હતો. તેમજ તેમની કારમાં ઈજાગ્રસ્તોએ સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે આડેસર પોલીસ મથકે  પોલીસ ફરીયાદ નોંધવા સહીતની તપાસ ચાલુ છે.