લખપત તાલુકામાં 19 વર્ષીય યુવાનનું આપઘાત
copy image

લખપત તાલુકાની વર્માનગર કોલોનીમાં આવેલા એક મકાનમાં 19 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, પોલીસે આપેલી વિગતો અનુસાર સુભાષપરના રહેવાસી એવા હતભાગી યુવાને કોઇ અકળ કારણે વર્માનગર કોલોની સ્થિત એક મકાનમાં પંખામાં લુંગી બાંધી જીવનનો અંત આણ્યો હતો. આ બાબતે નારાયણ સરોવર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આ યુવકને મરવા મજબૂર કરનારાં કારણો જાણવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે.