ગાંધીધામનાં ભારતનગરમાં આગ લાગતાં દોડદામ મચી

copy image

copy image

ગાંધીધામ  શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિરની સામે પ્લોટમાં રહેલા મંડપની સામગ્રીમાં આગ ભભૂકી ઊઠતાં આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દોડી આવેલ ફાયરની ટીમે ત્રણેક કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શહેરનાં ભારતનગર વિસ્તારમાં આવેલાં આશાપુરા મંદિરની સામે ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. અહીં આવેલા એક પ્લોટમાં મંડપનો સામાન રાખવામાં આવ્યો હતો, જેમાં કોઇ કારણોસર આગ લાગી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરાતાં પહેલાં મહાપગરનાલિકા અને બાદમાં વેલસ્પન તથા ટિમ્બર એસો.ના લાયબંબા અહીં દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને ઓલવવા પ્રયત્નો કર્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું જાણવા મળ્યું હતું.