45,000 ટન ગેસ ભરેલું ભારતીય સુપર ટેન્કર Hormuz ઓળંગવા તૈયાર
copy image

LPG Gas Crisis/ 45,000 ટન ગેસ ભરેલું ભારતીય સુપર ટેન્કર Hormuz ઓળંગવા તૈયારછે ત્યારે ભારતના 14 જહાજો હજુ પણ ફસાયેલા છે મળતી માહિતી અનુસાર શનિવારે આ સુપરટેન્કર લારક અને કેસમ આઇલેન્ડ પાસે હતું. તે ઓમાનની ખાડી થઈને ભારત પહોંચવાની શક્યતા છે. અમેરિકાએ 13 એપ્રિલથી નાકાબંધી કરી હોવાથી આ માર્ગે ટેન્કરોનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. આ ગેસ ભારત પહોંચવાથી બજારમાં ચાલી રહેલી અછત અને વધતા ભાવોમાં રાહત મળી શકે છે.મળતા રિપોર્ટ અનુસાર, અમેરિકાની નાકાબંધીને કારણે ભારતના ઓછામાં ઓછા 14 જહાજો હજુ પણ ફારસની ખાડીમાં રોકાયેલા છે. અગાઉ બે જહાજોએ નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાનની ચેતવણી બાદ તેમણે પરત ફરવું પડ્યું હતું. જોકે, ઈરાન સાથે કનેક્શન ધરાવતા અંદાજે 34 ટેન્કરો અમેરિકાની નાકાબંધીને ચકમો આપીને નીકળવામાં સફળ રહ્યા છે.