ભુજ તાલુકાના ખાવડામાં પરીણિતાએ આપઘાત કરી જીવન રેખા ટૂંકાવી
copy image

ભુજ તાલુકાના ખાવડામાં પરીણિતાએ આપઘાત કરી જીવન રેખા ટૂંકાવી હતી , જેમાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. આ બાબતે ફરિયાદીએ ખાવડા પોલીસમાં ગુનો નોંધાવતા જણાવ્યું કે, આરોપી પતિ , સસરા , સાસુ અને દિયરએ ત્રાસ આપતાં આ બનાવ બન્યો હતો. ફરિયાદીની 20 વર્ષીય દીકરીના લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. મળતી વિગતો અનુસાર થોડા સમયથી સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરતા હતા. 26મી તારીખે દિકરીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આરોપી તેને પોતાના વતન ધોળાવીરા લઈ ગયા હતા. હાર્ટએટેકથી યુવતીનું મોત થયાનું સાસરિયાઓએ જણાવ્યું. જો કે, પરિવારને શંકા જતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવતાં ખાવડા પોલીસે સાસરિયાઓ સામે મરવા માટે મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.