ઇરાનમાં જીવતો બોમ્બ ફાટતા 14 સૈનિકોનાં મોત:2 ઇજાગ્રસ્ત

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શંતિ વાટાઘાટો વચ્ચે ઈરાનના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. સતાવર માહિતી અનુસાર  `ઓર્ડનન્સ ક્લિયરન્સ’ એટલે કે જીવંત બોમ્બ અને દારૂગોળાને હટાવવાના મિશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઈરાની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના 14 જવાનનાં મોત થયા છે. ઈરાનના ઉત્તર-પશ્ચિમમાં આવેલા જંજાન પ્રાંતમાં આ અકસ્માત સર્જાયો હતો. આઈઆરજીસીની એક ટીમ ખેતીની જમીન પર વિખરાયેલા ન ફાટેલા બોમ્બ અને દારૂગોળો હટાવવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક વિસ્ફોટ થતા 14 જવાનોનાં મોત થયાં અને 2 જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.